આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ પર હુમલો: યુવકે માફી માગતા સુખાંત

આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ પર હુમલો: યુવકે માફી માગતા સુખાંત

રાજકોટ,

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલા આશ્રમના

યુવકની હરકતથી ટેકેદારો ઉમટ્યા, નરેન્દ્રબાપુએ મોટું મન રાખીને ક્ષમા આપી

મહંત નરેન્દ્રબાપુ સાથે થૂંકવા જેવી બાબતે બોલાચાલી થતાં એક ઉશ્કેરાયેલા યુવકે તેમના પર હાથ ઉપાડી લીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિક સ્તરે અને સંત સમુદાયમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

હુમલાની ઘટનાના સમાચાર પ્રસરી જતાં  નરેન્દ્રબાપુના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ટેકેદારો એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને અને મામલો ગંભીર બનતા નરેન્દ્રબાપુએ પણ પોતાનું ઉગ્ર સ્વરૂપ દર્શાવ્યું હતું, જેથી સ્થળ પર થોડા સમય માટે વાતાવરણ ગરમ અને તંગ બની ગયું હતું.

જોકે, પોતાની ભૂલનો અહેસાસ થતાં જ હુમલો કરનાર યુવકે વિવેક દાખવીને જાહેર વચ્ચે નરેન્દ્રબાપુના ચરણોમાં પડીને પોતાના કૃત્ય બદલ નમ્રતાપૂર્વક માફી માગી હતી. મહંત નરેન્દ્રબાપુએ એક સંતને શોભે તેવું મોટું મન રાખીને અને ક્ષમાવીર ભાવના દાખવીને યુવકને માફી આપી દીધી હતી. આ સાથે જ ટેકેદારોનો રોષ શાંત પડ્યો હતો અને સમગ્ર ગંભીર વિવાદનો સુખદ અંત આવ્યો હતો.