અમદાવાદ કોંગ્રેસ મુખ્યાલય સામે ભાજપ મહિલા મોરચાનો હલ્લાબોલ Oct 10, 2026 અમદાવાદ,કોંગ્રેસ સાંસદ સામે સતામણીના ગંભીર આક્ષેપપાલડી વિસ્તારમાં પ્રદેશ કોંગ્રેસના મુખ્ય મથક 'રાજીવ ગાંધી ભવન' બહાર ભાજપ મહિલા મોરચા દ્વારા ભારે હલ્લાબોલ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સાંસદ અને જેએનયુના પ્રોફેસર સામે મહિલા સભ્યો અને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના ગંભીર આક્ષેપોને પગલે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ મહિલા મોરચાની મહિલા કાર્યકરો અને નેતાઓએ કોંગ્રેસ પક્ષ, સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે જોરદાર સત્રોચ્ચાર કર્યા હતા. વિરોધકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે મહિલા સુરક્ષા અને સન્માનના મોટા દાવા કરતી કોંગ્રેસ પાર્ટી પોતાના જ નેતાઓ સામે લાગેલા જાતીય સતામણીના આક્ષેપો સામે મૌન સેવી રહી છે. ભાજપ મહિલા મોરચાએ માંગ કરી હતી કે મહિલાઓની સતામણી કરનાર જવાબદાર સાંસદ સામે તાત્કાલિક અને સખત કાનૂની કાર્યવાહ કરવામાં આવે તથા કોંગ્રેસ હાઇકમાન્ડ આ મુદ્દે દેશની મહિલાઓની માફી માંગે. Previous Post Next Post