રિયાધ એરપોર્ટ પર લાઈનમાં ઊભેલા હજયાત્રીઓ પર મિસાઈલ ત્રાટકી: મચી નાસભાગ Oct 12, 2026 નવી દિલ્હી,હૂતીનો ભયાનક હુમલો; ૧ ભારતીય સહિત ૧૩ નાં મોત, અનેક ઇજાગ્રસ્તસાઉદી અરેબિયાના પાટનગર રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા ભયાનક મિસાઈલ હુમલાને કારણે એરપોર્ટ પરિસરમાં ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલા હજયાત્રીઓ પર મિસાઈલ ત્રાટકતાં એક ભારતીય નાગરિક સહિત ૧૩ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧૨થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સાઉદી પર છેલ્લાં ૧૦ વર્ષમાં થયેલો આ સૌથી મોટો અને ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.ઘટના સમયે એરપોર્ટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા, જેથી મિસાઈલ બ્લાસ્ટ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સાઉદી સુરક્ષા દળોએ સમગ્ર રિયાધ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોને ઘેરી લઈને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દીધી છે. Previous Post Next Post