રસોડાનું બજેટ ખોરવાયું: સીંગતેલમાં ૩ દિવસમાં રૂ. ૫૦નો ભડકો

રસોડાનું બજેટ ખોરવાયું: સીંગતેલમાં ૩ દિવસમાં રૂ. ૫૦નો ભડકો

રાજકોટ,
 
આજે વધુ રૂ. ૨૦નો ભાવવધારો ઝીંકાયો, કપાસિયા તેલ પણ રૂ. ૨૫ મોંઘું

તહેવારો અને લગ્નસરાની મોસમ પૂર્વે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના તેલ બજારમાં સીંગતેલના ભાવમાં માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં ડબ્બે રૂ. ૫૦નો મોટો ઉછાળો નોંધાયો છે. આજે જ સીંગતેલમાં વધુ રૂ. ૨૦નો ભાવવધારો ઝીંકાતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

સીંગતેલની સાથોસાથ કપાસિયા તેલમાં પણ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ડબ્બે રૂ. ૨૫નો વધારો ઝીંકવામાં આવ્યો છે. તેલ મિલરો અને મોટા વેપારીઓ દ્વારા 'મગફળી અને કાચા માલની ભારે અછત' હોવાનું બહાનું આગળ ધરીને ખાદ્યતેલોના ભાવો કૃત્રિમ રીતે વધારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ ઉઠ્યા છે.
સૌરાષ્ટ્રના તેલ બજારના સુત્રોના જણાવ્યા અનુસાર, મિલરો દ્વારા મગફળીની આવક ઓછી દર્શાવીને તેલના ભાવ બેકાબૂ બનાવવામાં આવી રહ્યા છે. એક તરફ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અચાનક આવેલી આ તેજીને કારણે રિટેલ બજારમાં ગ્રાહકો અને વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!