બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ Nov 02, 2026 નવી દિલ્હી,યાદવ સમાજ અને સનાતનીઓમાં આક્રોશ, કથા બહિષ્કાર અને પૂતળાં દહનની હાકલમધ્ય પ્રદેશના કરૈરા ખાતે આયોજિત કથા દરમિયાન બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની સરખામણી કરતી વખતે વાપરેલી બોલચાલની ભાષા સામે સનાતનીઓ અને યાદવ સમાજમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.વાયરલ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કહેતા સંભળાય છે કે, "ભગવાન શ્રીકૃષ્ણ ઊભા રહે છે તો પણ ત્રણ જગ્યાએથી વાંકા હોય છે - કમર લચકાવીને, પગ પર પગ અને ડોક ત્રાંસી કરીને વાંસળી વગાડે છે, જ્યારે ભગવાન શ્રીરામ સીધા જ ઊભા રહે છે." આ વિવાદ વધતાં આઝાદ સમાજ પાર્ટીના નેતા દામોદર યાદવે આકરી પ્રતિક્રિયા આપતાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાઓનો સાર્વત્રિક બહિષ્કાર કરવા તેમજ રાજ્યભરમાં તેમનાં પૂતળાં દહન કરવાની હાકલ કરી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોતાની એકતા યાત્રા અને કથાઓ ફ્લોપ જતાં હતાશામાં આવીને બાબા બાગેશ્વર આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ ઘટના બાદ ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. Previous Post Next Post