ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

નવી દિલ્હી,

વૃદ્ધો અને નિવૃત્ત લોકોને નિશાન બનાવતી ગેંગ સામે કાયદાકીય શિકંજો કસાશે
 

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી મોહનાની બનેલી ૩ જજની વિશેષ પીઠે ડિઝીટલ એરેસ્ટના ગંભીર મામલે સુનાવણી હાથ ધરી ખાસ કરીને વૃદ્ધો અને નિવૃત્ત વયના લોકોને નિશાન બનાવીને કરવામાં આવતી આ ડિજિટલ લૂંટ બદલ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ટિપ્પણી કરી છે કે આવા ગંભીર સાયબર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદા હેઠળ કડકમાં કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે. કોર્ટે જણાવ્યું હતું કે જો કાયદો પરવાનગી આપે તો ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં જ આરોપીઓને સજા કરવાની અને કોઈપણ કોર્ટ દ્વારા આવા ગુનેગારોને સરળતાથી જામીન ન મળે તે માટે વિશેષ પગલાં લેવા પર વિચાર કરવો જોઈએ. કોર્ટના આ કડક રૂખ બાદ હવે ડિજિટલ અરેસ્ટના ગુના આચરનારાઓ માટે કાનૂની શિકંજો વધુ મજબૂત બન્યો છે અને તેઓને જામીન મેળવવા અત્યંત મુશ્કેલ સાબિત થશે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત