અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ,

બેંગલુરુના BEML પ્લાન્ટમાં નિર્માણ શરૂ; ૫૫૭ મુસાફરોની ક્ષમતા

કર્ણાટકના બેંગલુરુ ખાતે આવેલા BEML (ભારત અર્થ મુવર્સ લિમિટેડ) પ્લાન્ટમાં દેશની પહેલી સંપૂર્ણપણે સ્વદેશી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનું ઉત્પાદન કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ભારતીય બુલેટ ટ્રેનની મહત્તમ ટેસ્ટ સ્પીડ ૨૮૦ કિમી પ્રતિ કલાક જ્યારે ઓપરેશનલ (દોડવાની) ઝડપ ૨૪૯ કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.

અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અંદાજે ૨૦૨ મીટર લાંબી આ ટ્રેનમાં કુલ ૮ કોચ (૪ મોટર અને ૪ ટ્રેઇલર કોચ) હશે, જેમાં કુલ ૫૫૭ મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે. આ ટ્રેનમાં ૭ સ્ટાન્ડર્ડ-ક્લાસ કોચ અને ૧ એક્ઝિક્યુટિવ-ક્લાસ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ભવિષ્યના ધસારાને ધ્યાને રાખીને બે ટ્રેનો જોડીને ૧૬ કોચ બનાવવાની ક્ષમતા પણ રખાઈ છે. ભારતીય વાતાવરણ અને મુસાફરોની જરૂરિયાતોને અનુરૂપ આકાર પામી રહેલી આ ટ્રેનમાં દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ અને ડ્રાઇવર કેબમાં ઇન્ટેલિજન્ટ ઓન-બોર્ડ કંટ્રોલ સિસ્ટમ રાખવામાં આવી છે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત