રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટ,

તંત્રની બેદરકારીથી વાહનચાલકો ભારે પરેશાન

રાજકોટના મહત્વના વિસ્તાર એવા રેલનગર અંડરબ્રિજથી લઈને શીતલ પાર્ક તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો છે. આ માર્ગ પર ડામર કે પક્કા રસ્તાના અભાવે આખો રસ્તો ધૂળિયો બની ગયો છે, જેના કારણે પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે પણ આ રસ્તા પરથી વાહનો પસાર થાય છે ત્યારે ધૂળના ગોટેગોટા ઉડે છે, જેના લીધે દ્રશ્યતા ઓછી થવાથી અકસ્માતનો ભય પણ સતત તોળાયેલો રહે છે. આસપાસના રહીશો અને નોકરી-ધંધાર્થે આવતા નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ આ ધૂળની વિપરીત અસર પડી રહી છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. નાગરિકોએ વહેલી તકે આ માર્ગ પર પેવર અથવા ડામર કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત