૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા અઝરબૈજાની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ Oct 13, 2026 નવી દિલ્હી,વિદ્યાર્થિનીઓનો દ્વારા પ્રતિબંધનો બહિષ્કાર! ઈરાનમાં પણ ઉગ્ર પડઘાઅંદાજે ૯૬ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા મધ્ય એશિયાઈ દેશ અઝરબૈજાને શાળાઓમાં હિજાબ અને બુરખા પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. શિક્ષણ સંસ્થાઓમાં સમાન યુનિફોર્મ કોડ જાળવવાના હેતુથી સરકાર દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયના કારણે દેશભરમાં ભારે વિવાદ સર્જાયો છે.શાળાઓમાં હિજાબ પરના પ્રતિબંધ બાદ અનેક મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ વર્ગોમાં જવાનો ઇનકાર કરી ક્લાસનો બહિષ્કાર શરુ કર્યો છે. જોકે, હિજાબ વગર વર્ગખંડમાં પ્રવેશવાની મનાઈ હોવાથી માધ્યમિક અને ઉચ્ચ શાળાઓમાં અભ્યાસ કરતી અનેક વિદ્યાર્થિનીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ નિર્ણયના પડઘા માત્ર અઝરબૈજાન પુરતા સીમિત ન રહેતા પાડોશી દેશ ઈરાનમાં પણ જોવા મળ્યા છે. ઈરાનની રાજધાની તેહરાન અને અન્ય સીમાવર્તી વિસ્તારોમાં અઝરબૈજાન સરકારના આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજાયા છે, જ્યાં પ્રદર્શનકારીઓએ અઝરબૈજાનની નીતિઓની સખત ટીકા કરી છે. Previous Post Next Post