ભરૂચની જામા મસ્જિદમાં ૭૦૦ વર્ષ બાદ પાછળનો દરવાજો કાયમી બંધ Oct 13, 2026 ભરૂચ,જૈન સમરી વિહાર અને સકુનિકા હોવાના દાવા સાથે મામલો ગુજરાત હાઇકોર્ટમાંભરૂચની પુરાતત્ત્વ વિભાગ હેઠળ આવતી અને રાષ્ટ્રીય ધરોહર ગણાતી સ્થાનિક ઐતિહાસિક જામા મસ્જિદનું સ્થાપત્ય મૂળ ‘સકુનિકા’ અને ‘જૈન સમરી વિહાર’ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લાં ૭૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ મસ્જિદનો પાછળનો મુખ્ય પ્રવેશદ્વાર કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પરિસરની અંદર અને બહાર મળીને કુલ ૨૫થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે. હાઇકોર્ટમાં રજૂ થનારી દલીલોમાં મસ્જિદના પિલરો (થાંભલાઓ) પર રહેલી પ્રાચીન દેવી-દેવતાઓની કોતરણી, જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓની સુરક્ષા તેમજ પૂજા-પાઠની મંજૂરી અંગે રજૂઆત કરવામાં આવશે. તંત્ર દ્વારા પુરાતત્ત્વ વિભાગની આ મિલકતમાં અગાઉ થતી દફનવિધિ પર પણ સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે અને સ્થળ પર પુરાતત્ત્વ વિભાગના એક અધિકારીને સતત તૈનાત રાખવાનો આદેશ સાથે પરિસરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. Previous Post Next Post