રાજકોટમાં બાઇક ટક્કર બાદ સમાધાનની બેઠકમાં યુવકની ઘાતકી હત્યા Oct 13, 2026 રાજકોટ,આંબેડકર સર્કલ પાસે સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા શખસે યુવકને રહેંસી નાખ્યોરાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર સર્કલ પાસે મોડી રાત્રે ૨૮ વર્ષીય પરેશભાઈ ચોહાણ અને રાધે રાઠોડ નામના વ્યક્તિ વચ્ચે અગાઉ બાઇક ટક્કર થવા બાબતે નાની બોલાચાલી થઈ હતી. આ મામલે બંને પક્ષો વચ્ચે અદાવત ચાલી રહી હતી, જેનું સમાધાન કરવા માટે રાધે રાઠોડ દ્વારા પરેશભાઈ ચોહાણને આંબેડકર સર્કલ પાસે બોલાવવામાં આવ્યા હતા.જ્યારે પરેશભાઈ ત્યાં સમાધાન માટે પહોંચ્યા ત્યારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટ વધી ગયો હતો અને આરોપી રાધે રાઠોડે અદાવત રાખીને પરેશભાઈ પર છરીથી આડેધડ ૬ થી ૭ જેટલા ઘા ઝીંકી દીધા હતા. આ અચાનક થયેલા ઘાતકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પરેશભાઈ ચોહાણનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને આરોપી સામે ગુનો નોધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. Previous Post Next Post