સોમનાથ મંદિર પાસે નોન-વેજ વેચાણ પ્રતિબંધ યથાવત્: HC નો આદેશ

સોમનાથ મંદિર પાસે નોન-વેજ વેચાણ પ્રતિબંધ યથાવત્: HC નો આદેશ

વેરાવળ,

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના હુકમ પર રોક લગાવી,  ૨૬ ડિસેમ્બરે આગામી સુનાવણી

સોમનાથ મંદિર અને તેના તીર્થ પરિપથ માર્ગો પર માંસાહારી ખોરાકના વેચાણ અને સંગ્રહ પર ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કલેક્ટરના પ્રતિબંધિત જાહેરનામાને રદ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા ત્વરિત અપીલ દાખલ કરવામાં આવી હતી. આ મામલે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના ચુકાદા પર વચગાળાની રોક લગાવી દીધી છે.

સ્થાનિક હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ કલેક્ટરના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર્યું હતું, જેને ન્યાયમૂર્તિ નિશા ઠાકોરની સિંગલ બેન્ચે રદબાતલ ઠેરવ્યું હતું. આ આદેશ સામે રાજ્ય સરકારે ચીફ જસ્ટિસ મનાશ રંજન પાઠક અને ન્યાયમૂર્તિ નિર્ઝર દેસાઈની ખંડપીઠ સમક્ષ સ્પેશિયલ અપીલ કરી હતી. સરકારે દલીલ કરી હતી કે સોમનાથ કોઈ વ્યાપારી નગર નથી, પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાનું સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર છે અને તેની પવિત્રતા જાળવવા વ્યાજબી નિયંત્રણો મૂકવાની સત્તા તંત્ર પાસે છે.

ડિવિઝન બેન્ચે સરકારની દલીલો ગ્રાહ્ય રાખી સિંગલ જજના આદેશ પર સ્ટે મૂક્યો હોવાથી, સોમનાથ મંદિરની ૫૦૦ મીટરની ત્રિજ્યા તેમજ છ નિર્ધારિત યાત્રા માર્ગો પર નોન-વેજ વેચાણ પરનો પ્રતિબંધ હાલ પૂરતો કાયદેસર રીતે અમલમાં રહેશે. આગામી સુનાવણી આગામી ૨૬ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

You may also like

લોહપુરુષ સરદાર પટેલે દેશનો ઇતિહાસ અને ભૂગોળ બદલ્યા: પી.એમ. મોદી

લોહપુરુષ સરદાર પટેલે દેશનો ઇતિહાસ અને ભૂગોળ બદલ્યા: પી.એમ. મોદી

કેવડિયામાં પીએમ મોદીના હસ્તે ૪૦૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ

કેવડિયામાં પીએમ મોદીના હસ્તે ૪૦૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ

વલભીપુરમાં લઠ્ઠાકાંડની આહટ..! દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો ગણગણાટ

વલભીપુરમાં લઠ્ઠાકાંડની આહટ..! દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો ગણગણાટ

વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!

વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!