લોહપુરુષ સરદાર પટેલે દેશનો ઇતિહાસ અને ભૂગોળ બદલ્યા: પી.એમ. મોદી Oct 31, 2026 દિલ્હી/ કેવડિયા,'રાષ્ટ્રીય એકતા દિવસ' પર પીએમ મોદી અને અમિત શાહની પુષ્પાંજલિઅખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે 'રાષ્ટ્રીય એકતા દિવસ' મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નવી દિલ્હી સ્થિત પટેલ ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના 'લોહપુરુષ'ને નમન કરતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે ભારત દેશનો ઇતિહાસ અને ભૂગોળ બદલવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. દેશ માટે સરદાર સાહેબનું અદભૂત સમર્પણ આપણને સૌને એક વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે સદાય પ્રેરણા આપતું રહેશે. Previous Post Next Post