અમેરિકા-ઇરાન યુદ્ધવિરામની તૈયારી: 8 શરતોનો ડ્રાફ્ટ જાહેર

અમેરિકા-ઇરાન યુદ્ધવિરામની તૈયારી: 8 શરતોનો ડ્રાફ્ટ જાહેર

નવી દિલ્હી,

ઇરાન વાતચીત કરવા તૈયાર, પરંતુ અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી: ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ઇરાન હાલમાં વાતચીત કરવા માટે તૈયાર છે અને તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જોકે વોશિંગ્ટનને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી. આ દરમિયાન, પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર આ મહિનામાં બે વખત ઇરાનની મુલાકાત લઈને મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે.

સાઉદી અખબાર 'અલ અરબિયા' દ્વારા અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે તૈયાર કરવામાં આવેલા 8 શરતોના મહત્વપૂર્ણ મુસદ્દાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ, ઇરાને પોતાનો એનરિચ યુરેનિયમનો જથ્થો કોઈ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવો પડશે અને સંવર્ધનનું સ્તર ઘટાડવું પડશે. તેમજ હોર્મુઝની ખાડી વ્યાવસાયિક જહાજો માટે ફરીથી ખોલવામાં આવશે. કતરની રાજધાની દોહામાં બંને દેશો વચ્ચે સીધી વાટાઘાટો યોજાશે, જેમાં અમેરિકા આ સમજૂતી માટે મુખ્ય ગેરંટર બનશે. આ સમજૂતી અંતર્ગત ઇરાન પરમાણુ અને દરિયાઈ સુરક્ષા સંબંધિત પગલાં લેશે, જેના બદલામાં અમેરિકા તેના પરના આર્થિક પ્રતિબંધો અને ઘેરાબંધી હળવા કરશે.

You may also like

લોહપુરુષ સરદાર પટેલે દેશનો ઇતિહાસ અને ભૂગોળ બદલ્યા: પી.એમ. મોદી

લોહપુરુષ સરદાર પટેલે દેશનો ઇતિહાસ અને ભૂગોળ બદલ્યા: પી.એમ. મોદી

કેવડિયામાં પીએમ મોદીના હસ્તે ૪૦૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ

કેવડિયામાં પીએમ મોદીના હસ્તે ૪૦૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ

વલભીપુરમાં લઠ્ઠાકાંડની આહટ..! દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો ગણગણાટ

વલભીપુરમાં લઠ્ઠાકાંડની આહટ..! દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો ગણગણાટ

વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!

વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!