કેવડિયામાં પીએમ મોદીના હસ્તે ૪૦૦ કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ Oct 31, 2026 એકતાનગર,રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ વિકાસકાર્યોની સોંપણીસરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે ગુજરાતના પ્રવાસે પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા (એકતા નગર) ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ વિશેષ અવસરે વડાપ્રધાનના હસ્તે રૂ. ૪૦૦ કરોડથી વધુના માતબર ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેવડિયાના એકતા નગર ખાતે આયોજિત આ કાર્યક્રમો અંતર્ગત તેમણે 'ભારત પર્વ ૨૦૨૬'નું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ 'એકતા પ્રકાશ પર્વ' અને નર્મદા આરતીમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. Previous Post Next Post