વલભીપુરમાં લઠ્ઠાકાંડની આહટ..! દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો ગણગણાટ Oct 31, 2026 વલભીપુર: (ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા),તંત્રને દારૂની ધમધમતી ભઠ્ઠીઓ દેખાતી નથી અને "ગંધ* પણ ન આવતી હોવાથી છુપા આશીર્વાદની ચર્ચાભાવનગર જિલ્લામાં અગાઉ સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ વલભીપુર શહેર અને તાલુકામાં દેશી તથા વિદેશી દારૂના વેચાણ પર થોડા સમય માટે અંકુશ આવ્યો હતો. જોકે, હવે ફરી એક વખત વલભીપુર શહેર સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેટલાક બુટલેગરો ફરી સક્રિય બન્યા છે કેમકે બુટલેગરોના કેટલાક પોલીસ કર્મચારીઓ સાથે સારા સંબંધો હોવાના કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. જોકે, આ બાબતે સત્તાવાર તપાસ અને પુરાવા સામે આવ્યા નથી.એક ફોન પર દારૂનો જથ્થો મળી જતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શું પોલીસ તંત્રને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ગંધ નથી આવતી કે પછી કોઈ કારણસર આંખ આડા કાન અને નાક આગળ રૂમાલ ઢાંકી દેવામાં આવે છે? આ સવાલો હાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. દારૂના વેપારને કારણે કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જોખમાય તે પહેલાં પોલીસ તંત્ર જાગશે ખરું? તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. Previous Post Next Post