જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક Oct 30, 2026 અમદાવાદ,ટેક્સ અધિકારીઓ દ્વારા 'પ્રી-શો કોઝ નોટિસ' ફોર્મ દ્વારા મળશે ખુલાસો રજૂ કરવાનો મોકોઅત્યાર સુધી જીએસટી ટેક્સ ઓડિટ કે તપાસ દરમિયાન કોઈ ક્ષતિ અથવા ઓછો ટેક્સ ભરાયાનું જણાય તો અધિકારીઓ દ્વારા સીધી જ કડક શો કૉઝ નોટિસ આપવામાં આવતી હતી, જેના કારણે વેપારીઓ પર અચાનક કાનૂની કાર્યવાહી અને દંડનો બોજ આવી જતો હતો. પરંતુ હવે નવી વ્યવસ્થા અંતર્ગત અધિકારીઓ સીધી નોટિસ આપવાને બદલે 'પ્રી-શો કોઝ નોટિસ' આપશે.આ નવી પ્રક્રિયા અંતર્ગત GST-DRC-01A ફોર્મ દ્વારા વેપારી પાસેથી સ્પષ્ટતા તથા ખુલાસો માંગવામાં આવશે. આ ફોર્મમાં બાકી રહેલા ટેક્સની રકમ, વ્યાજ અને દંડની પ્રાથમિક ગણતરી દર્શાવવામાં આવશે. આ ફેરફારથી વેપારીઓને કાનૂની કાર્યવાહી શરૂ થતાં પહેલાં જ પોતાની ભૂલ સુધારવાનો, ઓછો ભરાયેલો ટેક્સ જમા કરાવવાનો અને પોતાનો પક્ષ સત્તાવાર રીતે રજૂ કરવાનો સોનેરી મોકો મળશે. Next Post