વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

અમદાવાદ/સુરત,

નાણાકીય બચત અને વીજ કટોકટી વચ્ચે મોટો નિર્ણય

રાજ્યમાં પ્રવર્તમાન વીજ સંકટ અને વીજ બચતના હેતુસર આગામી દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ અને સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોમાં તહેવારો નિમિત્તે શહેરોની અનેક ઇમારતો અને સ્મારકો પર મોટા પાયે થતી રોશનીમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર, ગત વર્ષોમાં 118 સ્થળોએ આખી રાત થતી રોશની પાછળ અંદાજે 90 થી 92 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો, જે ઘટાડીને હવે માત્ર નગરદેવી શ્રી ભદ્રકાળી મંદિર અને સાબરમતી નદી પરના 7 બ્રિજ સહિત કુલ 7 જ સ્થળો પર સીમિત કરવામાં આવ્યો છે. જેનાથી હવે માત્ર 7 લાખ જેટલો જ ખર્ચ થશે.

આ સાથે જ સુરત શહેરમાં પણ વીજ કટોકટી અને ખર્ચ પર અંકુશ મેળવવાના ભાગરૂપે માત્ર 11 રિવરબ્રિજ પર જ લાઈટિંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધનતેરસથી લાભ પાંચમ સુધી સાંજે 7 થી રાત્રે 1 વાગ્યા સુધી જ લાઈટિંગ ચાલુ રાખવાનો આદેશ કરાયો છે.

You may also like

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ