અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી Oct 30, 2026 બનાસકાંઠા,બનાસકાંઠાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહારવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા ખાતેથી દેશના ખેડૂતો અને અગાઉની સરકારોની નીતિઓ પર મોટો પ્રહાર કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ લઘુત્તમ ટેકાના ભાવ અને કિસાન કલ્યાણના મુદ્દે માત્ર ખેડૂતો સાથે દગા અને વિશ્વાસઘાત જ કર્યા છે.તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સરકારે ખેડૂતોના હિતમાં લીધેલા નિર્ણયો દ્વારા ખેડૂતોને આપેલા તમામ વચનોને જમીની સ્તરે પૂરા કર્યા છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં ઉપસ્થિત વિશાળ જનમેદની સમક્ષ વડાપ્રધાને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને કૃષિ ક્ષેત્રના વિકાસ કાર્યો વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. Previous Post Next Post