રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી Oct 30, 2026 રાજકોટ,12 નમૂના લેવાયા: 22 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયોરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 46 જેટલી ખાણીપીણીની પેઢીઓ અને મિઠાઈ-ફરસાણના સ્ટોલ પર કડક તપાસ હાથ ધરી હતી. આ સઘન કામગીરી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવા 22 કિલો જેટલા અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મનપાની ટીમે ગુણવત્તાની ચકાસણી માટે ગુંદીના લાડુ, ચવાણું, મુખવાસ અને કાજુકતરી સહિત કુલ 12 જેટલાં વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓ મેળવીને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. ફૂડ લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર કે નિયમોનું પાલન કર્યા વિના વેપાર કરતી 5 જેટલી પેઢીઓને જરૂરી સુચના અને નોટિસ આપવામાં આવી છે. Previous Post Next Post