મોટામવા સબ-સ્ટેશનમાં બ્લાસ્ટ: કાળઝાળ ગરમી વચ્ચે ૩૦૦૦ ઘરોમાં અંધારપટ

મોટામવા સબ-સ્ટેશનમાં બ્લાસ્ટ: કાળઝાળ ગરમી વચ્ચે ૩૦૦૦ ઘરોમાં અંધારપટ

રાજકોટ,
 
રાજકોટના મોટામવા વિસ્તારમાં આવેલ ૬૬ કેવી સબ-સ્ટેશનમાં ધડાકો થતા વીજ પુરવઠો ખોરવાયો

શહેરના મોટામવા વિસ્તારમાં આવેલા ૬૬ કે.વી.  સબ-સ્ટેશનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ભડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતના કારણે વિસ્તારમાં અચાનક બિનઅધિકૃત પાવર કટ થઈ ગયો હતો અને અંદાજે ૩,૦૦૦ જેટલા મકાનોમાં વીજપુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.

કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે વીજળી ગુલ થઈ જવાથી મોટામવા વિસ્તારના રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. નાના બાળકો, વડીલો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!