રાજકોટ મ્યુ. કમિશનરની નવી માસ્ટર ટ્રીક, ચેકિંગના ૧૦ મિનિટ પહેલા જ ખુલશે લોકેશનનું રહસ્ય Oct 21, 2026 રાજકોટ,લાલિયાવાડીનો અંત લાવવા મનપામાં કડક સર્પ્રાઈઝ સિસ્ટમ લાગુરાજકોટ મહાનગરપાલિકામાં ચાલતી લોલમલોલ, ઢીલી નીતિ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક અત્યંત કડક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ભૂતકાળમાં વિકાસકામો અને પ્રોજેક્ટ્સની ચકાસણીમાં થતી ગેરરીતિઓની શંકાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે.રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક વિશિષ્ટ ડિજિટલ મોનિટરિંગ સોફ્ટવેર તૈયાર કરાવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ અધિકારીઓ કે કર્મચારીઓ પર પણ પૂરતો ભરોસો ન રાખીને સંપૂર્ણપણે સસ્પેન્સ આધારિત 'સરપ્રાઈઝ ચેકિંગ' પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.નવા નિયમ મુજબ, ક્યા પ્રોજેક્ટ કે કયા વિસ્તારમાં ચેકિંગ માટે જવાનું છે તેની માહિતી અધિકારીઓને અગાઉથી આપવામાં આવશે નહીં. જે-તે સ્થળ કે લોકેશનની જાણકારી ચેકિંગના બરાબર 10 મિનિટ પહેલા જ સંબંધિત અધિકારીઓને મળશે. આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે અગાઉથી સેટીંગ કરીને ગેરરીતિ આચરતા ભ્રષ્ટ તત્વો અને કોન્ટ્રાક્ટરોમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે. Previous Post Next Post