મનપાનો મોટો નિર્ણય: ટ્રાફિક સર્કલો હવે પેટા ભાડે નહીં અપાય Oct 21, 2026 રાજકોટ, સંસ્થાઓ દ્વારા ઊંચા ભાવે કોર્પોરેટ કંપનીઓને સર્કલ ભાડે આપવાના ખેલ પર મનપાની બ્રેકરાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્રાફિક સર્કલો અને આઈલેન્ડના વિકાસ અને સંચાલન માટે અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે વિવિધ સંસ્થાઓ મનપા પાસેથી ટ્રાફિક સર્કલો અને આઈલેન્ડ ડેવલપમેન્ટ માટે મેળવી લીધા બાદ તેને ઊંચા ભાવે અન્ય કોર્પોરેટ કે ખાનગી કંપનીઓને સબ-લેટ (પેટા ભાડે) આપી દેતી હતી અને તેનો વ્યાપારી લાભ ખાટતી હતી.આ ગેરરીતિ અને વ્યાપારીકરણ અટકાવવા માટે મનપા તંત્ર દ્વારા હવે સ્પષ્ટ નિયમ બનાવવામાં આવ્યો છે કે, ડેવલપમેન્ટ માટે રાખવામાં આવેલા ટ્રાફિક સર્કલો અને આઈલેન્ડ્સ કોઈપણ સંજોગોમાં પેટા ભાડે આપી શકાશે નહીં. મનપાના આ સખત પગલાથી હવે મધ્યસ્થી કે વચેટિયાઓ દ્વારા થતી મનમાની પર રોક લાગશે અને ટ્રાફિક સર્કલોના સુંદર તથા સુચારૂ સંચાલનની ખાતરી થઈ શકશે. Previous Post Next Post