સુરતની ક્લબના ગરબામાં બોલિવૂડ ગીતો પર ઠુમકા: બજરંગ દળ ત્રાટક્યું Oct 19, 2026 સુરત,ડુમસ રોડ પર ‘અવધ યુટોપિયા’માં દ્વિઅર્થી ગીતો અને ડિસ્કો ડાન્સથી વિવાદસુરતના પોશ વિસ્તાર ડુમસ રોડ પર આવેલી પ્રતિષ્ઠિત ‘અવધ યુટોપિયા’ ક્લબમાં પરંપરાગત પ્રાચીન અને અર્વાચીન ગરબા ગવડાવવાને બદલે મોડી રાત્રે ક્લબ પાર્ટી જેવો માહોલ ઊભો કરી બોલિવૂડના દ્વિઅર્થી અને બિભત્સ ગીતો મોટેથી વગાડવામાં આવી રહ્યા હતા. કાનફાડુ ડીજે સાઉન્ડની સિસ્ટમ પર અસભ્ય ગીતો વાગતા યુવક-યુવતીઓ ઠુમકા લગાવી રહ્યા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બજરંગ દળના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો તાત્કાલિક અસરથી ‘અવધ યુટોપિયા’ ક્લબ પરિસરમાં ધસી ગયા હતા. કાર્યકરોએ સ્થળ પર જઈને ધમાલ મચાવી રહેલું ડીજે તાત્કાલિક બંધ કરાવી દીધું હતું અને જોરદાર સૂત્રોચ્ચાર સાથે હંગામો મચાવ્યો હતો. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના અપમાનનો વિરોધ કરી બજરંગ દળના સભ્યોએ આયોજકો તથા સંચાલકોનો ઘેરાવ કરીને કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. હિન્દુ સંગઠનના ભારે વિરોધ અને વિવાદ વધતા આખરે ક્લબ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવાની ફરજ પડી હતી. Previous Post Next Post