ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પાછળ અમેરિકાનું ભંડોળ? Oct 19, 2026 નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશનો ધમાકેદાર દાવોભારતમાં અવારનવાર યોજાતા વિરોધ પ્રદર્શનો અને આંદોલનો પાછળ વિદેશી તાકાતોનો હાથ હોવાની ચર્ચાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિએ સવાલ ઉઠાવતા ગંભીર આક્ષેપ કર્યો છે કે ભારતમાં અસ્થિરતા અને વિરોધ પ્રદર્શન ઊભા કરવા માટે અમેરિકા જેવા દેશો અથવા વિદેશી સંસ્થાઓ દ્વારા મોટા પાયે ફંડિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે.પોતાના આ ચોંકાવનારા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં થતા કેટલાક આંદોલનો માત્ર સ્થાનિક મુદ્દાઓ પૂરતા મર્યાદિત નથી હોતા, પરંતુ તેના તાર સરહદ પારથી જોડાયેલા હોય છે. વિદેશી ભંડોળના માધ્યમથી ભારતના આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અને દેશની શાંતિ-વ્યવસ્થાને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જેવા જવાબદારીપૂર્વકના હોદ્દા પર રહી ચૂકેલી વ્યક્તિ દ્વારા આવી ગંભીર બાબત તરફ ઈશારો કરવામાં આવતા રાજકીય અને કાનૂની વર્તુળોમાં મોટી હલચલ મચી ગઈ છે. આ વિસ્ફોટક દાવા બાદ હવે દેશના વિરોધ પ્રદર્શનોમાં થતા નાણાકીય વ્યવહારો અને વિદેશી ફંડિંગની કડક તપાસ કરવાની માંગણી પણ જોર પકડી રહી છે. Previous Post Next Post