ટાઈગર ગોળીબાર કાંડ: પોલીસે એક શકમંદ દબોચ્યો, તપાસમાં ૮ પોલીસ ટીમો સક્રિય

ટાઈગર ગોળીબાર કાંડ: પોલીસે એક શકમંદ દબોચ્યો, તપાસમાં ૮ પોલીસ ટીમો સક્રિય

મુંબઈ,

મુખ્યમંત્રી ફડણવીસ અને ડે. સી.એમ. શિંદેએ જેકી-ટાઈગર શ્રોફ સાથે વાત કરી

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર મુંબઈમાં થયેલા ૫ રાઉન્ડ અંધાધૂંધ ગોળીબારના સનસનાટીભર્યા કિસ્સા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિનેતા ટાઈગર શ્રોફ અને તેના પિતા જેકી શ્રોફને ફોન કરીને ખબરઅંતર પૂછ્યા હતા અને સરકાર તેમની સાથે હોવાનો ભરોસો આપતા ગુનેગારોને વહેલી તકે પકડી પાડવાની ખાતરી આપી હતી. તે જ સમયે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પણ પરિવાર સાથે વાતચીત કરી સુરક્ષાની ખાતરી આપી હતી.

હુમલાખોરોને ઝડપી લેવા માટે મુંબઈ પોલીસની ૮ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જે કુર્લા, બાંદ્રા, કલ્યાણ અને દાદર રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં તપાસ ચલાવી રહી છે. સીસીટીવી ફુટેજ અને કપડાંની ઓળખના આધારે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. ઘટનામાં ૨ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાથી એન્ટી-એક્સોર્શન સેલના અધિકારીઓએ નાણાવટી હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તો અને ટાઈગર શ્રોફની પ્રાથમિક પૂછપરછ કરી છે. સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગેંગના અનિલ પંડિતે આ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કરાયો છે.

You may also like

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી

પોરબંદરમાં કેસર કેરીની છ મહિના વહેલી આવક, 10 કિલોના બોક્સનો ભાવ ₹14,500

પોરબંદરમાં કેસર કેરીની છ મહિના વહેલી આવક, 10 કિલોના બોક્સનો ભાવ ₹14,500

ગુજરાતમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

ગુજરાતમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું