અમદાવાદની સ્કૂલોમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી

અમદાવાદની સ્કૂલોમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી

અમદાવાદ,

સેટેલાઈટ અને બોડકદેવ વિસ્તારની શાળાઓ ખાલી કરાવાઈ

અમદાવાદના પ્રમુખ વિસ્તારો ગણાતા સેટેલાઈટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી કેટલીક જાણીતી સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. અચાનક શાળાઓના સત્તાવાર ઈમેલ આઈડી પર આ પ્રકારના ધમકીભર્યા સંદેશાઓ પ્રાપ્ત થતાં જ શાળા સંચાલકો અને વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા પ્રશાસન દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને ખુલ્લા મેદાન કે સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક અસરથી સંબંધિત શાળાઓમાં દોડી ગઈ હતી.

સુરક્ષા એજન્સીઓ દ્વારા શાળાઓના પ્રત્યેક વર્ગખંડ, કમ્પાઉન્ડ અને પરિસરમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આ ધમકીભર્યા ઈમેલ કયા સ્થળેથી અને કોણે મોકલ્યા છે તેની ટેક્નિકલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલ તો તંત્ર દ્વારા સમગ્ર પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વાલીઓને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા ખાસ અપીલ કરવામાં આવી છે.

You may also like

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા

નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા

પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ

પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ