જળસંકટના એંધાણ: સરદાર સરોવર છલકાયો છતાં સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયો તળિયાઝાટક!

જળસંકટના એંધાણ: સરદાર સરોવર છલકાયો છતાં સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયો તળિયાઝાટક!

રાજકોટ,

કચ્છના 20 ડેમમાં માત્ર 31% અને સૌરાષ્ટ્રમાં 47% પાણી બચ્યું

જળસંપત્તિ વિભાગના તાજા આંકડાઓ અનુસાર, કચ્છ અને સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્તરે ઘટી ગયો છે. કચ્છના 20 જળાશયોમાં માંડ 31.66% અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 47.70% જેટલો જ જીવંત જળજથ્થો બચ્યો છે. હજુ શિયાળાની ઋતુની માંડ શરૂઆત થઈ છે ત્યારે જ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણી માટે ભારે હાલાકી સર્જાઈ છે.

સમગ્ર રાજ્યના ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો, ગુજરાતના તમામ 207 નાના-મોટા જળાશયોમાં સરેરાશ 78.36% પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 99.56% જેટલો વિપુલ જળજથ્થો મોજૂદ છે, જે મોટા શહેરો માટે રાહતરૂપ સાબિત થયો છે. જોકે, સરદાર સરોવર સિવાયના બાકીના 206 જળાશયોમાં સરેરાશ માત્ર 65.67% પાણી જ ઉપલબ્ધ હોવાથી સ્થાનિક સિંચાઈ અને ગ્રામીણ વિસ્તારોની જળ જરૂરિયાતો સામે મોટો પડકાર ઉભો થયો છે.

You may also like

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા

નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા

પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ

પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ