બે દિવસમાં ચાંદી ₹13,346 અને સોનું ₹6,932 મોંઘું થતાં ખરીદદારોમાં ચિંતા Nov 05, 2026 અમદાવાદ,વાયદા બજારમાં કીમતી ધાતુઓની રેકોર્ડ તોડ તેજી: સોના-ચાંદીના ભાવ આસમાનેવાયદા બજારમાં ગઇકાલે ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹1,79,698 હતો, જે નીચા થકી રિકવર થઈને એક જ દિવસમાં ₹10,135 ના જંગી ઉછાળા સાથે ₹1,87,735 પર ક્લોઝ થયો હતો. ત્યારબાદ આજે પણ તેજી યથાવત રહેતા ચાંદી વધુ ₹3,211 વધીને ₹1,90,184 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. આમ, માત્ર બે જ દિવસમાં ચાંદી કુલ ₹13,346 મોંઘી થઈ છે.બીજી તરફ, સોનાના બજારમાં પણ તેજીનો ભારે પવન ફૂંકાયો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,39,452 હતો, જે નીચા સ્તરેથી જબરદસ્ત બાયિંગના કારણે ઉછળીને ₹1,46,109 ની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. આમ, વૈશ્વિક પરિબળો અને મજબૂત માંગને પગલે માત્ર બે જ દિવસમાં સોનું કુલ ₹6,932 મજબૂત બન્યું છે. Next Post