અમેરિકામાં ટ્રમ્પની હાર અને ક્રૂડ ઓઈલ સસ્તું થતાં ભારતીય બજારમાં ધૂમ તેજી Nov 05, 2026 મુંબઈ,શેરબજારમાં રોકેટ ગતિ: સેન્સેક્સ-નિફ્ટીમાં ઐતિહાસિક ઉછાળોઅમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા મોટા કડાકાને કારણે વૈશ્વિક તેમજ ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. અમેરિકી ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર અને ક્રૂડ ઓઈલના ભાવમાં સાત ડૉલરથી વધુનો ઘટાડો નોંધાતા ગુરુવારે સ્થાનિક શેરબજારમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો.બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સેન્સેક્સ તેના અગાઉના બંધ ૭૭.૩૦૧ સામે કારોબાર દરમિયાન ૧,૬૨૧ પોઈન્ટના તોફાની ઉછાળા સાથે ૭૮,૯૨૨ ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર નિફ્ટી પણ ૪૩૨ પોઈન્ટના શાનદાર સુધારા સાથે ૨૪,૩૯૨ ની સપાટીને સ્પર્શ્યો હતો. વૈશ્વિક પરિબળોની અનુકૂળ અસરને પગલે બજારમાં ચોતરફ લેવાલી નીકળતા રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો થયો છે. Next Post