હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી

હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી

રાજકોટ,

રાજસ્થાનથી દારૂ લાવનાર ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના કૌભાંડમાં પોલીસની સઘન તપાસ

રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલી હોટેલ સરાઝામાં તાજેતરમાં પકડાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ અને રેવ પાર્ટી મામલે પોલીસે હોટેલ સરાઝાના મેનેજરની સઘન પૂછપરછ હાથ ધરી છે, તેમજ હોટેલના સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર  કબજે કરી લીધા છે.

આ હાઈપ્રોફાઈલ પાર્ટીના મુખ્ય સૂત્રધાર અને ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલ રાજસ્થાનથી દારૂની 9 બોટલ લાવ્યા હતા, જ્યારે તેનો પિતરાઈ ભાઈ ગૌરવ પટેલ અન્ય બે બોટલ લઈને પાર્ટીમાં સામેલ થયો હતો. આ પ્રકરણમાં માત્ર ભોજન અને સામાજિક આયોજનની જ પરવાનગી હોવા છતાં દારૂ પીરસવામાં આવ્યો હોવાથી હોટેલના સ્ટાફ અને મેનેજરની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે.

આ કેસમાં હોટેલના માલિક કૌશલ અનડકટની પણ આગામી સમયમાં પૂછપરછ કરવામાં આવશે તેવી પૂરી શક્યતા છે. હાલ પોલીસે એફએસએલની મદદથી ડીવીઆર અને સીસીટીવીના આધારે અગાઉ આ હોટેલમાં કેટલી પાર્ટીઓ યોજાઈ હતી તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

You may also like

વિમલની જાહેરાત સામેની નોટિસ માત્ર ‘ઢોંગ’: અજય દેવગણે નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

વિમલની જાહેરાત સામેની નોટિસ માત્ર ‘ઢોંગ’: અજય દેવગણે નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી

હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી

દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સમાં 500 રૂપિયાની ટિકિટના 1200 વસૂલાતા ભારે હોબાળો

દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સમાં 500 રૂપિયાની ટિકિટના 1200 વસૂલાતા ભારે હોબાળો