દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સમાં 500 રૂપિયાની ટિકિટના 1200 વસૂલાતા ભારે હોબાળો Nov 03, 2026 સુરત/અમદાવાદ,સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતાં રૂટ પર ભાડામાં ત્રણ ગણો વધારોદિવાળીના તહેવારની રજાઓમાં પોતાના વતન સૌરાષ્ટ્ર તરફ જવા માટે સુરત અને અમદાવાદથી રવાના થતા મુસાફરો પાસેથી ખાનગી બસ સંચાલકો દ્વારા બેફામ નાણાં વસૂલવામાં આવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સામાન્ય દિવસોમાં જે રૂટ પર બસની ટિકિટ માત્ર 500 રૂપિયા આસપાસ હોય છે, તે જ રૂટ પર દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સંચાલકોએ ભાડા વધારીને સીધા 1200 થી 1500 રૂપિયા કે તેથી વધુ કરી દીધા છે.ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરોની આ ખુલ્લી લૂંટના કારણે એક સામાન્ય પરિવારને પોતાના વતન જઈને પાછા ફરવા માટે માત્ર મુસાફરી પાછળ જ આશરે 10,000 રૂપિયા સુધીનો તોતિંગ ખર્ચ કરવો પડી રહ્યો છે. સુરત અને અમદાવાદના બસ સ્ટેન્ડો તથા ટ્રાવેલ્સ ઓફિસો પર ટિકિટોના ભાવમાં થયેલા અચાનક અને અસહ્ય વધારાને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, છતાં મજબૂરીવશ લોકોને મોંઘા ભાવે ટિકિટો ખરીદવાની ફરજ પડી રહી છે. Next Post