વિમલની જાહેરાત સામેની નોટિસ માત્ર ‘ઢોંગ’: અજય દેવગણે નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી Nov 03, 2026 મુંબઈ,‘ઇલાયચી અને પાન મસાલા અલગ છે’: તુકારામ મુંઢેના વલણ સામે અભિનેતા લાલઘૂમઅભિનેતા અજય દેવગણે વિમલ ઇલાયચીની જાહેરાત મામલે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને તેના અધિકારી તુકારામ મુંઢે દ્વારા આપવામાં આવેલી શો-કોઝ નોટિસને માત્ર એક ‘ઢોંગ’ અને ઔપચારિકતા ગણાવીને તેને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે, જેના પર 4 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.અજય દેવગણે પોતાની રિટ અરજીમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે FDA એ કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ રાખીને તથા તેમનો ખુલાસો સાંભળ્યા વગર જ પહેલેથી જ નિર્ણય લઈ લીધો હતો. 16 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર FDA દ્વારા અજય દેવગણ ઉપરાંત શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને આ નોટિસ ફટકારવામાં આવી હતી. અભિનેતાએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે માત્ર કાયદેસર અને બજારમાં મુક્તપણે વેચાતી પ્રોડક્ટ ‘વિમલ ઇલાયચી’ની જ જાહેરાત કરી છે. Previous Post Next Post