ઉત્તર ભારતમાં ઠંડીના પગરણ: એ.સી, પંખાનો વપરાશ ઘટ્યો Oct 13, 2026 નવી દિલ્હી,દેશના ૨૩ રાજ્યોમાં કમોસમી વરસાદદેશના આશરે ૨૩ જેટલા રાજ્યોમાં મુશળધારથી મધ્યમ વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ દક્ષિણ અને પૂર્વ ભારત તેમજ મધ્ય ભારતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં શિયાળાની વિધિવત્ શરૂઆત થઈ ચૂકી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા ઉત્તરીય રાજ્યોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના લીધે ઘરોમાં એસી અને પંખાનો વપરાશ ઘટી ગયો છે.બીજી તરફ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ અને મેઘાલય સહિત ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પૂરી સંભાવના છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા અને સ્થાનિક સિસ્ટમ સક્રિય હોવાને કારણે દેશના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે ઠંડી અને વરસાદની બેવડી અસર જોવા મળી રહી છે. Previous Post Next Post