હરીપર પાળમાં ધોકાના ઘા ઝીંકી પ્રૌઢને મોતને ઘાટ ઉતાનાર શખ્સ સામે ગુનો દાખલ

હરીપર પાળમાં ધોકાના ઘા ઝીંકી પ્રૌઢને મોતને ઘાટ ઉતાનાર શખ્સ સામે ગુનો દાખલ

રાજકોટ,

અંગત અદાવત કે સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા શ્રમિકે હુમલો કરી પ્રૌઢને ઢાળી દીધા 

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા હેઠળ આવતા હરીપર પાળ ગામના વાડી વિસ્તારમાં રહેતા અને શ્રધ્ધા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકેનું કામ કરતા 52 વર્ષીય હરેશભાઈ અમરશી ફાફડા નામના પ્રૌઢ પર ઓરડીમાં રહેતા બાબુજી ચુડાજી ઠાકોર દ્વારા અચાનક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક પ્રૌઢને ધોકા અને લાકડીના બેફામ ઘા ફટકારવામાં આવ્યા હતા.

માથાના તથા શરીરના નાજુક ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે પ્રૌઢનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ હત્યાકાંડની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને આરોપી શ્રમિક વિરુદ્ધ ખૂનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!