કાંગશીયાળી પાસે કારની ટક્કરે ગોંડલના બાઈકચાલક આધેડનું કરૂણ મોત

કાંગશીયાળી પાસે કારની ટક્કરે ગોંડલના બાઈકચાલક આધેડનું કરૂણ મોત

રાજકોટ,

નવું સીમકાર્ડ લેવા રાજકોટ જતી વખતે કાળ ભેટ્યો: કારચાલક સામે ગુનો નોંધાયો

ગોંડલ ખાતે રહેતા ભાવેશભાઈ પોતાનું બાઈક લઈને પોતાના મોબાઈલ ફોનનું નવું સીમકાર્ડ કઢાવવાના અંગત કામકાજ અર્થે ગોંડલથી રાજકોટ આવી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે પર કાંગશીયાળી નજીક પહોંચતા જ પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ભાવેશભાઈ રોડ પર પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું નીપજ્યું હતું. અકસ્માતના પગલે તેમના પરિવારમાં અરેરાટી સાથે આક્રંદ છવાઈ ગયો છે. બનાવ અંગેની જાણ થતાં જ શાપર-વેરાવળ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!