વીરપુર પાસે બાઈક સ્લીપ થતાં કોઠારીયા સોલ્વન્ટના યુવકનું કરૂણ મોત Oct 22, 2026 વીરપુર,ઘટનાસ્થળે જ યુવકે દમ તોડતાં પરિવારમાં શોકનું મોજુરાજકોટના કોઠારીયા સોલ્વન્ટ પંથકમાં રહેતો ૨૫ વર્ષીય ગોપાલ અશોકભાઈ માંગરોળિયા નામનો યુવક પોતાની મોટરસાઈકલ લઈને ઉપલેટા તેના માસીના ઘરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે વીરપુર વિસ્તારમાં ઓવરબ્રિજ પર.તેનું બાઈક બેકાબૂ બનીને સ્લીપ થઈ ગયું હતું. વાહન પરથી કાબૂ ગુમાવી દેવાના કારણે યુવક રોડ પર પટકાયો હતો, જેના પરિણામે તેને શરીરના ગંભીર ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને હોસ્પિટલ પહોંચાડવાની તક પણ ન મળી અને તેણે ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે દમ તોડી દીધો હતો. વીરપુર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ગેરેજમાં કામ કરતો હતો જેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. Previous Post Next Post