ચક દે ઇન્ડિયા: એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને પછાડી ભારત T-20માં ગોલ્ડ વિનર Oct 03, 2026 નવી દિલ્હી,અભિષેક શર્મા અને તિલક વર્માની ધમાકેદાર અડધી સદીની મદદથી રોમાંચક ફાઇનલ મુકાબલો 19 રને જીત્યોભારતે આજે શનિવારે એશિયન ગેમ્સ 2026માં પુરૂષ ક્રિકેટમાં પાકિસ્તાનને 19 રને હરાવીને એશિયન ગેમ્સમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે ફાઇનલમાં 20 ઓવરમાં 211/6 નો સ્કોર બનાવ્યો હતો અને પાકિસ્તાનને 192/6 રન પર અટકાવી દીધું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પાકિસ્તાન સામે જીતવા માટે 212 રનનો એક વિશાળ અને મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા અને મિડલ ઓર્ડરના ખેલાડી તિલક વર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા શાનદાર અડધી સદી ફટકારી હતી. 212 રનના આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી અને નિયમિત અંતરે વિકેટો ગુમાવવી પડી હતી. ભારતે આ રોમાંચક મુકાબલો 19 રનના માર્જિનથી પોતાના નામ કરી લીધો હતો. મેચ જીતતાની સાથે જ મેદાન પર 'ચક દે ઇન્ડિયા'ના નારા ગુંજી ઉઠ્યા હતા અને ખેલાડીઓ તેમજ ક્રિકેટપ્રેમીઓમાં દિવાળી જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ 2026માં આ ભારતનો આ 19મો ગોલ્ડ મેડલ છે.