ચિપ્સ-નમકીનના રૂ.પાંચવાળા પડીકા બંધ થવાની તૈયારીમાં Nov 05, 2026 રાજકોટ / અમદાવાદ,ઉત્પાદન ખર્ચ વધતા નફો ઘટ્યો, હવે ₹10 અને ₹20 ના પેકેટ પર અજમાવાઈ રહ્યો છે દાવચિપ્સ અને નમકીન બનાવતી અગ્રણી એફએમસીજી કંપનીઓ માટે અત્યાર સુધી "કમાઉ દીકરો" ગણાતા રૂપિયા પાંચના નાના પેકેટના ભવિષ્ય સામે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. મોંઘવારીના કારણે બટાકા, ખાદ્યતેલ અને પેકેજિંગના ખર્ચમાં સતત વધારો થતાં કંપનીઓના નફામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ કમરતોડ ખર્ચને પહોંચી વળવા માટે કંપનીઓએ ભાવ વધારવાને બદલે જથ્થામાં મોટો કાપ મૂકવાનું વલણ અપનાવ્યું છે.છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો ₹૫ ના પેકેટનું વજન અડધાથી પણ વધુ ઘટી ગયું છે. જે પેકેટમાં અગાઉ ૨૫ થી ૩૦ ગ્રામ વેફર્સ કે નમકીન આવતું હતું, તેનું વજન હવે ઘટીને માત્ર ૧૧ થી ૧૪ ગ્રામ સુધી સીમિત થઈ ગયું છે. ₹૫ ના પેકેટમાંથી પૂરતો નફો મેળવવો મુશ્કેલ બનતાં, કંપનીઓ ગ્રાહકોને હવે ₹૧૦ અને ₹૨૦ ના મોટા પેકેટ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. Next Post