દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન ઈમારત તૂટી: ૨ લોકોના મોત અનેક દટાયા

દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન ઈમારત તૂટી: ૨ લોકોના મોત અનેક દટાયા

નવી દિલ્હી,

૩ માળનું મકાન ધરાશાયી: સાંકડા રસ્તા વચ્ચે બચાવ કામગીરી પૂરજોશમાં

દિલ્હીના અત્યંત ભીડભાડ ધરાવતા ચાવડી બજાર મેટ્રો સ્ટેશનની બિલકુલ સામે આવેલી એક ૩ માળની નિર્માણાધીન ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સવારે ૯:૫૦ કલાકે બનેલી આ દુર્ઘટનામાં ૨ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ૫ થી વધુ ગાડીઓ અને રાહત-બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાટમાળ નીચેથી અત્યાર સુધીમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ચાવડી બજારના અત્યંત સાંકડા રસ્તાઓ અને ટ્રાફિકના કારણે ફાયર બ્રિગેડ તેમજ બચાવ ટુકડીઓને રાહત કામગીરી પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં, સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા દટાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવા માટે પૂરજોશમાં કામગીરી ચલાવવામાં આવી રહી છે.

You may also like

દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન ઈમારત તૂટી: ૨ લોકોના મોત અનેક દટાયા

દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન ઈમારત તૂટી: ૨ લોકોના મોત અનેક દટાયા

તહેવારમાં ખાનગી બસોની બેફામ લૂંટ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ

તહેવારમાં ખાનગી બસોની બેફામ લૂંટ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ

બે દિવસમાં ચાંદી ₹13,346 અને સોનું ₹6,932 મોંઘું થતાં ખરીદદારોમાં ચિંતા

બે દિવસમાં ચાંદી ₹13,346 અને સોનું ₹6,932 મોંઘું થતાં ખરીદદારોમાં ચિંતા

અમેરિકામાં ટ્રમ્પની હાર અને ક્રૂડ ઓઈલ સસ્તું થતાં ભારતીય બજારમાં ધૂમ તેજી

અમેરિકામાં ટ્રમ્પની હાર અને ક્રૂડ ઓઈલ સસ્તું થતાં ભારતીય બજારમાં ધૂમ તેજી