તહેવારમાં ખાનગી બસોની બેફામ લૂંટ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ

તહેવારમાં ખાનગી બસોની બેફામ લૂંટ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ

સુરત,

સુરતથી વતન જતા શ્રમિકો અને રત્નકલાકારો પર વધારાના ભાડાનો તંત્ર સમક્ષ ઉઠાવ્યો સવાલ

દિવાળીના તહેવારો નજીક આવતાં જ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી પોતાના વતન તરફ જતા મુસાફરો પાસેથી ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા મનસ્વી રીતે ત્રણ ગણા વધુ બેફામ ભાડાં વસૂલવામાં આવી રહ્યા છે, જેને લઈને સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સખત વાંધો વ્યક્ત કરીને આક્રોશ ઠાલવ્યો છે.

સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા માર્ગો પર તહેવારોની ભીડનો ગેરલાભ લઈને પ્રાઇવેટ બસ માલિકો મુસાફરોની આર્થિક લૂંટ ચલાવી રહ્યા છે. ખાસ કરીને રત્નકલાકારો અને મધ્યમ વર્ગના પરિવારો આખું વર્ષ મહેનત કરીને પરિવાર સાથે તહેવાર ઉજવવા વતન જવાનો પ્રયાસ કરે છે, ત્યારે ઊંચા ભાડાં ચૂકવવા તેમને મજબૂર થવું પડે છે. આ અયોગ્ય અને અન્યાયી વસૂલાત સામે ધારાસભ્ય કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરી તંત્ર પાસે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

You may also like

દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન ઈમારત તૂટી: ૨ લોકોના મોત અનેક દટાયા

દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન ઈમારત તૂટી: ૨ લોકોના મોત અનેક દટાયા

તહેવારમાં ખાનગી બસોની બેફામ લૂંટ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ

તહેવારમાં ખાનગી બસોની બેફામ લૂંટ સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘૂમ

બે દિવસમાં ચાંદી ₹13,346 અને સોનું ₹6,932 મોંઘું થતાં ખરીદદારોમાં ચિંતા

બે દિવસમાં ચાંદી ₹13,346 અને સોનું ₹6,932 મોંઘું થતાં ખરીદદારોમાં ચિંતા

અમેરિકામાં ટ્રમ્પની હાર અને ક્રૂડ ઓઈલ સસ્તું થતાં ભારતીય બજારમાં ધૂમ તેજી

અમેરિકામાં ટ્રમ્પની હાર અને ક્રૂડ ઓઈલ સસ્તું થતાં ભારતીય બજારમાં ધૂમ તેજી