એવા કડક પરિણામો ભોગવવા પડશે, જે ક્યારેય બદલી નહી શકાય: હાઇકોર્ટ Oct 21, 2026 નવી દિલ્હી,કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ અરજી પાછી ખેંચીદિલ્હી હાઈકોર્ટમાં કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા બંને નેતાઓની ન્યાયિક કસ્ટડી લંબાવવાના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે અરજદારોના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આકરી ટિપ્પણી કરતા ચેતવણી આપી હતી કે જો આવા મામલાઓમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન નહીં થાય, તો એવા પરિણામો ભોગવવા પડશે જેને ક્યારેય બદલી શકાશે નહીં. હાઈકોર્ટના આ કડક વલણ અને તીખી ઝાટકણી બાદ આશુતોષ રાંકા અને સૌરવ દાસે ગભરાઈને પોતાની અરજી હાઈકોર્ટમાંથી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે, જેને લઈને ન્યાયિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. Previous Post Next Post