કોકરોચમાં આંતરિક કલહ: અભિજીતે સાથીઓ પર ફોડ્યું ઠીકરું! Oct 21, 2026 નવી દિલ્હી,"હું લીડર નથી, માત્ર ઓર્ડર ફોલો કરું છું": દીપકેએ વીડિયો જાહેર કરી જેલવાસ પર ભડાશ કાઢીજેલમાંથી બહાર આવ્યા બાદ જાહેર કરેલા વીડિયોમાં અભિજીત દીપકેએ પોતાના સાથી નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસ પર સીધું ઠીકરું ફોડતાં નિવેદન આપ્યું છે.અભિજીત દીપકેએ વીડિયોમાં આકરા પાણીએ ભડાશ કાઢતાં કહ્યું કે, "મૈં લીડર નહીં હું, મેરા કામ સિર્ફ સૌરવ ઔર આશુ કે ઓર્ડર ફોલો કરના હૈ. ગધા 6 દીન જેલ મેં રહા હૈ." જોકે, તેણે સ્પષ્ટતા કરી હતી કે તે જવાબદારીમાંથી છટકવા માંગતો નથી, પરંતુ આંદોલનની રણનીતિ તેના આ સાથીઓ દ્વારા જ નક્કી કરવામાં આવતી હતી. આ સાથે જ તેણે કાર્યકરોને દિવાળી સુધી વિરોધ પ્રદર્શનને વિરામ આપી પરિવાર સાથે સમય વિતાવવા અપીલ કરી છે. તેણે મહાત્મા ગાંધીના માર્ગે અહિંસક અને શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવા પર ભાર મૂક્યો છે. Previous Post Next Post