પ્રાણીઓથી ફેલાતો ખતરનાક શમોંડા વાયરસ મનુષ્યોમાં પહોંચ્યો

પ્રાણીઓથી ફેલાતો ખતરનાક શમોંડા વાયરસ મનુષ્યોમાં પહોંચ્યો

નવી દિલ્હી,

ફ્રાન્સમાં પહેલો કેસ નોંધાતા WHO એલર્ટ

ફ્રાન્સમાંથી શમોંડા વાયરસની ઝપેટમાં માનવ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે, જેને લઈને વૈજ્ઞાનિકો અને આરોગ્ય એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ફ્રાન્સના સ્વાસ્થ્ય તંત્ર દ્વારા આ નવા કેસ અંગેની માહિતી સંગઠનને આપવામાં આવી છે.

અત્યાર સુધી આ ખતરનાક વાયરસ મુખ્યત્વે પશુઓ અને પ્રાણીઓને જ પ્રભાવિત કરતું સંક્રમણ હોવાનું મનાતું હતું, પરંતુ હવે તે મનુષ્યો સુધી પહોંચી જતા આરોગ્ય ક્ષેત્રે મોટો પડકાર ઊભો થયો છે. WHO દ્વારા આ બાબતે સતર્કતા દાખવવાની સૂચના આપવામાં આવી છે અને વાયરસના ફેલાવા તથા તેની ગંભીરતા અંગે વધુ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.

You may also like

ગુજરાતના ૪ જિલ્લામાં જાહેર કરાયેલી હેક્ટરદીઠ ₹૮,૫૦૦ની સહાય ‘મજાક’ સમાન

ગુજરાતના ૪ જિલ્લામાં જાહેર કરાયેલી હેક્ટરદીઠ ₹૮,૫૦૦ની સહાય ‘મજાક’ સમાન

માઈક્રોસોફ્ટ દ્વારા ભારત સહિત ૪ દેશોના ૬૦ હજાર કર્મચારીઓ માટે VRSની જાહેરાત

માઈક્રોસોફ્ટ દ્વારા ભારત સહિત ૪ દેશોના ૬૦ હજાર કર્મચારીઓ માટે VRSની જાહેરાત

અમેરિકામાં વોટ ચોરીના પુરાવા આપનારને કરોડો રૂપિયાના ઈનામની ટ્રમ્પની જાહેરાત

અમેરિકામાં વોટ ચોરીના પુરાવા આપનારને કરોડો રૂપિયાના ઈનામની ટ્રમ્પની જાહેરાત

સાળંગપુરમાં કષ્ટભંજનદેવનો ૧૭૮મો ભવ્ય ત્રિદિવસીય પાટોત્સવ ઉજવાશે

સાળંગપુરમાં કષ્ટભંજનદેવનો ૧૭૮મો ભવ્ય ત્રિદિવસીય પાટોત્સવ ઉજવાશે