માઈક્રોસોફ્ટ દ્વારા ભારત સહિત ૪ દેશોના ૬૦ હજાર કર્મચારીઓ માટે VRSની જાહેરાત Oct 27, 2026 નવી દિલ્હી,દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટ દ્વારા એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ પોતાના ખર્ચમાં ઘટાડો કરવા અને કોર્પોરેટ માળખાને સુવ્યવસ્થિત કરવાના ભાગરૂપે ભારત, અમેરિકા, ચીન અને આયર્લેન્ડ સહિત ૪ મુખ્ય દેશોમાં કાર્યરત આશરે ૬૦,૦૦૦ કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર આપી છે.આ નિર્ણયને પગલે સમગ્ર વિશ્વના આઈટી ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવ્યો છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાની આગેવાની હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ખાસ કરીને ભારતમાં આવેલી વિવિધ ઓફિસો જેમ કે બેંગલુરુ, હૈદરાબાદ અને નોઈડા ખાતે કાર્યરત કર્મચારીઓ પર મોટી અસર પડવાની આશંકા સેવાઈ રહી છે. કંપની પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ આ ઓફર સ્વીકારશે તેમને આકર્ષક કમ્પેન્સેશન પેકેજ અને સેવરન્સ બેનિફિટ્સ આપવામાં આવશે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના ઝડપી વિકાસ અને બદલાતા માર્કેટ ટ્રેન્ડ્સને કારણે કંપની પોતાના રિસોર્સિસ અને માનવબળનું પુનર્ગઠન કરી રહી છે. Previous Post Next Post