અમેરિકામાં વોટ ચોરીના પુરાવા આપનારને કરોડો રૂપિયાના ઈનામની ટ્રમ્પની જાહેરાત

અમેરિકામાં વોટ ચોરીના પુરાવા આપનારને કરોડો રૂપિયાના ઈનામની ટ્રમ્પની જાહેરાત

નવી દિલ્હી,

અમેરિકામાં આગામી રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણીના માહોલ વચ્ચે ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો કોઈ નાગરિક કે સંસ્થા દેશમાં ચૂંટણી દરમિયાન થતી મત ચોરી કે ફ્રોડના નક્કર અને સચોટ પુરાવા રજૂ કરશે, તો તેમને કરોડો રૂપિયાનું મોટું રોકડ ઈનામ આપવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સોશિયલ મીડિયા અને સભાઓમાં જણાવ્યું હતું કે લોકશાહીના પાયા સમાન મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક હોવી અનિવાર્ય છે. તેમણે ભૂતકાળની ચૂંટણીઓમાં પણ મેલ-ઇન વોટિંગ અને મતગણતરીમાં ગેરરીતિ થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ નવી પહેલ પાછળનો હેતુ ચૂંટણી તંત્ર પર નજર રાખવાનો અને ગેરકાયદે પ્રવૃત્તિઓને ઉજાગર કરવાનો છે. ટ્રમ્પની આ કરોડોના ઈનામની જાહેરાત બાદ અમેરિકી રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, તેમજ ડેમોક્રેટિક અને રિપબ્લિકન પક્ષો વચ્ચે આ મુદ્દે ફરી એકવાર શબ્દયુદ્ધ તેજ થવાની પૂરી સંભાવના સેવાઈ રહી છે.

You may also like

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

‘અર્નબ’ વાવાઝોડાના ખતરા વચ્ચે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હજારો લોકોનું સ્થળાંતર

‘અર્નબ’ વાવાઝોડાના ખતરા વચ્ચે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હજારો લોકોનું સ્થળાંતર

ગુજરાતના ૪ જિલ્લામાં જાહેર કરાયેલી હેક્ટરદીઠ ₹૮,૫૦૦ની સહાય ‘મજાક’ સમાન

ગુજરાતના ૪ જિલ્લામાં જાહેર કરાયેલી હેક્ટરદીઠ ₹૮,૫૦૦ની સહાય ‘મજાક’ સમાન