ઉદ્યોગપતિઓના ભારે વિરોધ બાદ પાવરકાપનો આદેશ પાછો ખેંચ્યો Oct 23, 2026 સુરત,દિવાળી ટાણે સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ તથા હીરા ઉદ્યોગોને મોટી રાહતદક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉદ્યોગો માટે લાગુ કરવામાં આવેલા વિવાદાસ્પદ ‘સ્ટેગર ડે’ પાવરકાપના નિર્ણય સામે ઉદ્યોગપતિઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વેપારીઓ અને વિવિધ ઉદ્યોગ મંડળોના પ્રચંડ વિરોધ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને આખરે તંત્ર ઝૂકવું પડ્યું છે અને રાતોરાત આ પાવરકાપનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે.દિવાળીના તહેવારો નજીક છે અને તે ટાણે જ ઓર્ડર પૂરા કરવાના હોવાથી ઉદ્યોગોમાં ભારે ધમધમાટ હોય છે. આવા સમયે સાપ્તાહિક પાવરકાપના કારણે ઉત્પાદનને મોટું નુકસાન પહોંચવાની સંભાવના હતી. DGVCL દ્વારા આ નિર્ણય રદ કરવામાં આવતા સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો છે. Previous Post Next Post