દિલ્હી વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર, પાકિસ્તાનનું લાહોર નંબર વન

દિલ્હી વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર, પાકિસ્તાનનું લાહોર નંબર વન

નવી દિલ્હી,

કોલકાતા ત્રીજા અને મુંબઈ છઠ્ઠા સ્થાને, ખતરનાક સ્તરે પહોંચ્યો હવાનો ગુણવત્તા આંક

સ્વિસ વેબસાઇટ આઈક્યુએરના તાજેતરના આંકડાઓ અનુસાર પાકિસ્તાનનું લાહોર શહેર ૩૪૪ ના ગંભીર એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે એટલે કે સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે, જ્યાં હવાની ગુણવત્તા ડબ્લ્યુએચઓ ની માર્ગદર્શિકા કરતા ૫૭ ગણી વધુ ખરાબ નોંધાઈ છે.

આ વૈશ્વિક પ્રદૂષણ યાદીમાં ભારતની રાજધાની દિલ્હી દુનિયાનું બીજું સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયું છે, જ્યાં AQI ખતરનાક શ્રેણીમાં પહોંચી ગયો છે. આ ઉપરાંત, આ યાદીમાં દેશના અન્ય મુખ્ય સ્થળો જેમ કે કોલકાતા ત્રીજા અને મુંબઈ છઠ્ઠા ક્રમે રહ્યા છે. હવાની આ અત્યંત જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સંરક્ષણ માટે સાવચેતી રાખવા તથા બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની કડક સલાહ આપવામાં આવી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!