સુરત ડાયમંડ બુર્સ ચાર વર્ષ બાદ ધોળો હાથી સાબિત: માત્ર ૩૫૦ ઓફિસો શરૂ Oct 23, 2026 સુરત,દિવાળી પછી સૌને પોતાની ઓફિસ શરૂ કરવા ચેરમેન ધોળકિયાની ભાવુક અપીલસુરત ખાતે હીરા ઉદ્યોગના વૈશ્વિક કેન્દ્ર તરીકે કરોડોના ખર્ચે ભવ્ય 'સુરત ડાયમંડ બુર્સ' તૈયાર થયાને ચાર વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં અતિ આધુનિક પરિસરમાં આવેલી કુલ ૪૫૦૦ જેટલી ઓફિસોમાંથી હાલ માંડ ૩૫૦ ઓફિસો જ કાર્યરત થઈ શકી છે, જેને લઈને આ ભવ્ય ઇમારત હાલ 'સફેદ હાથી' સમાન સાબિત થઈ રહી છે.વેપારીઓ દ્વારા આ સંકુલમાં સ્થળાંતર કરવામાં દાખવવામાં આવી રહેલી ધીમી ગતિને કારણે વ્યાપારી ગતિવિધિઓ ઠંપ થઈ ગઈ છે. આ ગંભીર સ્થિતિને સુધારવા અને બુર્સને ધમધમતું કરવા માટે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ તમામ સભ્યોને એક પત્ર પાઠવીને વિશેષ અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ આપણું ગૌરવ અને ભવિષ્ય છે, તેથી સૌ સભ્યોએ સાથે મળીને દિવાળી પછી પોતાની ઓફિસો અનિવાર્યપણે શરૂ કરી દેવાનો દૃઢ સંકલ્પ લેવો જોઈએ. Previous Post Next Post