ગત વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન છતાં સિંગતેલ રૂ. 3000ને પાર Sep 12, 2026 અમદાવાદ,માયકાંગલા વિપક્ષને રસ્તા પર ઉતરી ખાલી ડબ્બા ખખડાવવાનું સૂઝતું નથીગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ગત વર્ષે વિક્રમજનક 60 લાખ ટનને પાર થયું હતું અને આ વર્ષે મગફળીનું સામાન્ય કરતા વધુ વાવેતર થઈ ગયું છે, છતાં સિંગતેલના ભાવમાં નિરંકુશ વધારાનો દોર સાતમ-આઠમના તહેવારો પૂરા થતા જ શરૂ કરી દેવાયો છે. આજે રાજકોટ તેલબજારમાં સિંગતેલ ડબ્બાના ભાવ રૂ. 2940-2990માં વધુ રૂ. 30નો વધારો ઝીંકીને રૂ. 2970-3020ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચાડી દેવામાં આવ્યા છે.ગત વર્ષે મગફળીનું ઉત્પાદન આશરે 52 લાખ ટન હોવા છતાં સિંગતેલનો ડબ્બો રૂ. 2400થી 2500માં મળતો હતો, પરંતુ આ વર્ષે પહેલેથી જ રૂ. 500થી 600નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જન્માષ્ટમી પૂર્વે તહેવારના કારણે ભાવ કૃત્રિમ રીતે નીચા દેખાડવા માટે આંશિક ઘટાડો કરીને રૂ. 2800-2850 કરાયા હતા, જેમાં ગત ચાર દિવસમાં જ ફરી રૂ. 70નો વધારો ઝીંકી દેવાયો છે.તેલિયા રાજાઓનો તેલનો ખેલ શરૂઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મગફળીનું નોર્મલ વાવેતર 16.15 લાખ હેક્ટર થતું હોય છે, જેની સામે આ વર્ષે 20.68 લાખ હેક્ટર અર્થાત 8 ટકા વધુ વાવેતર થયું છે. સમગ્ર દેશમાં મગફળીના 46.79 લાખ હેક્ટર સામે આ વર્ષે આજદિન સુધીમાં 50.45 લાખ હેક્ટર અને ગત વર્ષે 50.66 લાખ હેક્ટર વાવેતર થયું હતું. ગત વર્ષે પાકેલી મગફળીનો જથ્થો હજુ પણ બજારમાં ઉપલબ્ધ છે અને નવરાત્રી પછી નવો માલ પણ બજારમાં આવતો હોય છે, છતાં શોર્ટ સપ્લાયનું ખોટું કારણ આપીને ભાવ વધારવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં આ શોર્ટ સપ્લાય મેનેજમેન્ટની કમી અને સરકારી તંત્રની ભાવને વાજબી સ્તરે જાળવી રાખવાની નિષ્ફળતા દર્શાવે છે. અગાઉ થોડાઘણા ભાવવધારા સામે લોકો રસ્તા પર આવીને તેલના ડબ્બા ખખડાવીને વિરોધ કરતા અને સરકારને ઢંઢોળવા આંદોલન કરતા હતા, પરંતુ હવે નેતાઓ એટલા નાણાવાન થઈ ગયા છે કે સામાન્ય ગરીબ વર્ગને આ મોંઘવારીથી પડતી મુશ્કેલીઓ અંગેની સંવેદના અને સહાનુભૂતિ પણ જાણે ગુમાવી બેઠા છે. Previous Post Next Post